પત્ર
પત્ર કારણકે અવે પત્રો લખતા નથી. અવે અંતર બવ છે. માણસ માણસ માં પણ એ પણ અવે લાગતું નથી. પત્ર તને ખબર છે? કદાચ તને ખોટું લાગશે. પણ આજે તું લખતો નથી પણ હવે તું type માં ગયો છે હવે તને મોકલવા ની જરૂર નથી કારણ તું અવે send કે foreword માં જવા લાગ્યો છે. તને પોહોચાડનાર પોસ્ટમેન અવે સાચે ઘૈડો થયો છે. પણ ખંત એટલી જ છે કે આજે પણ એ સયકાળ પર જ ફરે છે. અને અવે તને છોડી ફક્ત વ્યવહાર પોંહચાડે છે. પણ પત્ર તારા સમ તું મરિયો નથી. તું આજે પણ છે પોસ્ટમેન ના અપરોક્ષ, અવે તને આવવા માટે ની તકલીફ નથી અવે તું સરળતા થી આવે છે. ખિસ્સા માં દસ્તક પણ રિંગ થી આવે છે. બવ સરળ થઇ ગઈ છે તારી વર્તણુક. માટે અવે તારા જુના પત્ર કોઈ વાંચતું નથી. અમારી ભૂલ શું? તું જ કે ને તું હતો જ બવ ધીરો અમને નોહતું જીવવું બવ ધીરુ, માટે અમે તને વધારા માં વધારે વેગ આપ્યો. શું ભૂલ થઇ અમારી? પણ સાચું કહું પત્ર તું બવ primal હતો જયારે તું ધીરો હતો. પણ તું જરા વેગવાન થતા ભાવનાઓ નષ્ટ થઇ ગઈ છે. અને ટપાલપેટી ની જેમ અમારી સંવેદનાઓ પણ કટાઈગઈ છે. તને ખબર હશે તને કેવું લખવું એ ભાષા વિષય માં શીખવાડવા માં આવે છે. અજુ થોડા સમય બાદ તું કેવો લખત...