આદરણીય મહારાજ
કેમ છો? ચૂંટણીમાં બધા પક્ષોએ બીઝી કારી દીધા. કેવા કેવા લોકો સાથે તમારો ફોટો લગાડ્યો.જે ખેડૂતો ને રસ્તા પર લાવ્યા એ નેતા સાથે તમારો ફોટા વ્યાસપીઠ પર મુકવામાં આવે છે. ચૂંટણી આવી કે આજ લોકો એમના માલિક ના ફોટો માથા પર લઇ નાચશે. ત્યારે તમારી યાદ પણ આવતી નથી. કારણ કે દિલ્હી આગળ નતમસ્તક થવાની પરંપરા છે.તમે સૈહૃદરી ને પોતાનું રાજ્ય આપ્યુ. પણ કાળ ની સાથે હિમાલય ની મદદ માટે જતો સૈહૃદરી એના પગ દબાવવા લાગીયો એ ખબરજ ના પાડી.તમે અમને પોતામાટે,સ્વરાજ્ય માટે લડવા નું શીખવ્યું. માવળો ને પોતાનું રાજ્ય છે એની જાણ કરવી હતી. પણ કેટલાય વર્ષો માં આવી જાણ જ નતી થઈ. પણ તમારા પછી પાછા દિલ્હી માટે લડવા લાગીયા એની ખબરજ ના પડી. પનીપત હોય કે 1857 નો ઉઠાવ,અમે લડતા હતા એ માત્ર દિલ્હી ના તખ્ત માટે .દિલ્હી ના રાજ માટે .અને એ તખ્ત આપણું લાગીઉ નહીં .ખેડૂતો ને એ કાયમ પારકી હતી.અન્યાય કરનારી હતી.તમારા રાજ્ય પછી કોઈ રાજય આપણું લાગીયુ નહીં મહારાજ. આ ખેડૂતો નું દુઃખ છે .પણ આ ખેડૂતો નું નશીબ ખરાબ છે.
તમે સ્વતંત્ર રૂપિયો શરૂ કર્યો. રાષ્ટ્રકોશ નિર્માણ કર્યો.નવકાદળ ને પ્રોત્સાહન આપ્યું. ગડ કિલ્લા બનાવીયા. પણ કોઈ પણ વસ્તુ પાર તમારું નામ નથી.આ કેવી રીતે કરીયું? જો તમારું સ્મારક બનાવાનું નક્કી થયું એ જ કેહવા માં આજ સુધી કરોડો રૂપિયા ખર્ચ કરિયા માત્ર એ કેહવા માટે.એ પૂરું થયા બાદ કદાચ સ્મારક કરતા જાહેરાત પર વધુ ખર્ચ થયો હશે.ગરીબ ને સરકારી રૂપિયા નું ઘર આપીયુ એના માટે કરોડો ખર્ચ કરે છે. તમે અમને સ્વારાજ્ય આપીયુ પણ કસે પણ ગજાવાજા કારિયા નહિ.સાચો ઇતિહાસ પણ અવે કાઈ ખબર પડે ચર અમને. બાળપણ માં લાગતું ,તમને ભવાની તલવાર મળી એટલે આટલો પરાક્રમ કારીયો. અમને પણ આવી તલવાર મળે આવા સ્વપ્ન જોતા .પણ તલવાર થી આંગળી કાપી ને રક્ત નો અભિષેક કરતો ફોટા જોતા અને વિચાર બદલાતો. બવ બધી વખત બ્લેડ હાથ માં લઇ ને જોઈ પણ હિંમત ન થઈ.એક વાર ભૂલ થી આંગળી કપાઈ તો ભગવાન શોધવા લાગીયો.એટલોજ અભિષેક થઈ જશે.પણ કોઈ પણ ભગવાન માળીયા નહીં. બાળપણ માં પણ આટલા લબાડ હતા અમે.પણ પછી ખબર પડી ભવાની માતા કે બીજા કોઈ પણ ભગવાન એના પાછળ હોય જેના માં સાહસ કરવા ની ઈચ્છા હોય,લોકકલ્યાણ કરવા ની ધગશ હોય.જેને સમાજ નું ભલું કરવા ની ઇચ્છા હોય એ આશીર્વાદ માંગતો ફરતો નથી.આવું કાર્ય કરે કે જગ એને આશીર્વાદ આપે.
આ રાજ્ય થવું એ શ્રી ની ઇચ્છા એવું અમે અભીમાન થી કહીયે છે.એ તો હોયજ. પણ માત્ર શ્રી ની ઈચ્છા થી રાજ્ય થયું હોત તો ઘરે ઘરે શિવાજી જન્મ્યા હોત. પણ એવું થતું નથી.ભગવાન આશીર્વાદ આપવા હોય છે પણ પરાક્રમ જાતેજ કરવો પડે છે.આ રાજ્ય થવા રાજમાતા જીજાઉ અને શાહજીરાજા ની પણ ઈચ્છા હોવી જોઈએ.આપડા ઘરે શિવાજી જન્મે એવું માતા પિતા ને પણ લાગવું જોઈએ. છોકરાઓ ની પરીક્ષા વખતે અઠવાડિયા ની રાજા લઇ જિંદગી ભર બોલનારા બવ છે.પણ છોકરા ને સ્વરાજ નિર્મિતી ના કાર્ય માં પ્રેરણા આપી જિંદગી એના માટે સમર્પિત કરનારી જીજાઉ જેવી માતા અલ્પ છે.છોકરા ને વિદેશમાં સારી નોકરી મળે એટલે ભગવાન ને પાણી માં મુકનાર પિતા કોઈ કામ ન નથી.શાહજીરાજા જેવી દુરદૃષ્ટિ હોવી જોઈએ. છોકરા ને યોગ્ય સથીદાર,યોગ્ય પ્રાંત અને યોગ્ય દિશા આપવા ખુદ ને એટલી જાણ હોવી જોઈએ. મહારાજ તમને શાહજીરાજા અને જીજાઉ જેવા વડીલ માળીયા એ જ મોટો આશીર્વાદ હતો.માત્ર આજ વાત અમે સમજી શકતા નથી. તમારો ઇતિહાસ અમને યાદ છે પણ શાહજીરાજા ની દુરદૃષ્ટિ અમને બરાબર ખબર નથી.જીજાઉ નું યોગદાન અમે ધ્યાન માં લેતા નથી.માટે જ લોકસંખ્યા સવાસો કરોડ થઈ પણ કોઈ પણ ઘર માં શિવરાય જન્મતા નથી.એક સાદું નિરીક્ષણ છે, અમને હજુ માતા પિતા નું મહત્વ સમજાયું જ નથી.જેમ શાહજીરાજા અને જીજાઉ જેવા માતા પિતા વગર શીવજીરાજા જેવા પરાક્રમી રાજા થઈ શકતા નથી એવીજ રીતે શિવજીરાજા જેવા માતૃપિતૃ ભક્ત થયા વગર માતાપિતા ના સ્વપ્ન પુરા થઈ શકતા નથી.
મહારાજ, તમારો વિચાર કાયમ યુદ્ધ માટે જ હતો.પણ જે ઉંમર માં શાહજીરાજા એ તમને સ્વરાજ્ય નું સ્વપ્ન પૂરું કરવા મોકલીયા,આટલી મોટી જવાબદારી સોંપી,તમારી માતા પાર જવાબદારી આપી,એ ઉંમર માં તમે શું વિચાર કર્યો હશે? સુખ પગે રમતું હતું એ છોડી માતા સાથે એકલા આવવું પડીયુ આ તમે કેટલી સહજતા થી સમજી લીધું. રમવા કૂદવા ની ઉંમરમાં સાથીદારો ભેગાકરી યુદ્ધ નો સૌથી પ્રભાવી પ્રકાર શોધીયો. અહીંયા છોકરાઓને ઊંઘ માંથી જગાડતા અડધો કલાક લાગે છે. પણ તમારા માં સ્વરાજ્ય ની પ્રેરણા સહજ જાગૃત થઇ. ચાર છોકરા ભેગા થાય તો પહેલા ઝગડો થાય. પણ તમે માવળા ભેગા કરી આટલા વર્ષો શત્રુઓ સામે લઢિયા. કઈ થી આવી આ એકતા? સાધી ચૂંટણી લાઢવા ની થઇ તો પૈસા આપી લોકો ભેગા કરવા પડે છે. તમે તો જીવનમૃત્યુ ની સાચી લઢાઈ માં પ્રાણ નોચાવર કરનારા માવળા કેવી રીતે ભેગા કર્યા? કોઈ પણ મોબાદલા સિવાય તમારા માટે જીવન અર્પિત કરનારા માવળા કેવી રીતે ભેગા કર્યા ? સભા માં પણ પૈસા આપી માણસો ભેગા કરવામાં આવે છે .પણ તમે તોપ નો સામાન કરવા માણસો ભેગા કર્યા.એ પણ યુવાની માં.રાજકારણ માં જિંદગી ગઈ હોય, એવાં લોકોને પણ વિશ્વાસુ લોકો જમાવવા ખૈરત કરવી પડે છે .તમે માત્ર સ્વરાજ્ય આ ધ્યેય માટે નિષ્ઠાવંત માણસો કેવીરીતે ભેગા કર્યા? સારા નેતાઓ ને દિલ્હી ના નેતાઓ સામે આજીજી કરતા જોઈએ છે અમે.તમે ઐરંગઝેબ ને એનાજ દરબાર માં પીઠ દેખાડી આવિયા. મહારાજ ક્યાં થી આવ્યુ આ સાહસ તમારામાં? અને અમે તમારાજ વારસ છીએ? એટલે અમને વરસા માં કશુંજ આવ્યુ નહીં. આજે બાપ ને ડોસો અને નેતા ને સાહેબ બોલનારી પિઢી ક્યાં થી નિર્માણ થાય? આજ અમારામાં એકી હોત તો દિલ્હી ના પણ તખ્ત રાખીયે એવો વારો જ ન આવતો.દિલ્હી પાર પણ રાજ્ય કરીયે એવું કેહતા આવ્યુ હોત.અર્થાત, દિલ્હી પર રાજ્ય કરવું એ કઈ સ્વપ્ન નથી.પણ ખેડૂતો ની મેહનત ને યોગ્ય ફળ મળે એજ સ્વપ્ન જોયું છે અમે આટલા વર્ષો.આજે પણ આ સ્વપ્ન પૂર્ણ થતું નથી.માટે આટલા વર્ષો થયા મહારાજ,રાજા હોય તો શિવજીરાજા જેવો એવું કહીયે છે. અજુ કોઈ પણ નેતા અમારો લાગ્યો નહીં. પછી કોઈ ખેડૂતો નો રાજા આવ્યો જ નહીં. માટે જ આજે પણ તમારી જયંતી ની આટલી પ્રશંસા છે અમને.
રાજકીય પક્ષો ના લોકો સાથે તમારો ફોટો જોઈ ને તકલીફ થાય છે. તમારા ફોટો નો ઉપયોગ બધા પક્ષો કરે છે. પણ તમારા વિચારો નો ઉપયોગ કોઇ કરતું નથી.તમે કાયમ તમારી પ્રજા ને શત્રુ થી, સંકટો થી દુર રાખી. આજે અમે તમને રાજકીય પક્ષો થી કેવી રીતે દૂર રાખીએ એનો વિચાર કરીએ છીએ. તમે કોઈ પક્ષ ,જતી કે ધર્મ ના નથી. તમે પ્રજા ના રાજા છો. માટે આવું રાજ્ય આવા રાજા થવા એ દરેક ભગવાનની ,દરેક ધર્મ,અને દરેક માણસ ની ઈચ્છા છે.
મહારાજ તમારા આશીર્વાદ છે માટે અમે ટકી રહિયા છે.પણ અમને થોડો સ્વાભિમાન આપો.આ ખેડૂતો ને દુષ્કાળ માં જીવવા નું બળ આપો.
Comments
Post a Comment