Posts

Showing posts from November, 2018

શબ્દ બદલાય એટલે અર્થ પણ બદલાય

શબ્દ બદલાય એટલે અર્થ પણ બદલાય ગરીબ દારૂ પીવે મધ્યમવર્ગીય મદ્યપાન કરે અને શ્રીમંત drink કરે કામ કારિયા પછી ગરીબ ને મજૂરી મળે મધ્યમવર્ગીય ને પગાર શ્રીમંત ને salary ગરીબ કરે એ લફડા મધ્યમવર્ગીય કરે એ પ્રેમ અને શ્રીમંત કરે એ affair શબ્દ સાથે શબ્દ જોડે તો કવિતા થાય શબ્દ ને શબ્દ ચડે તો ઝગડા થાય અને શબ્દ સાથે શબ્દ જોડાતા ચડે તો લેખક ની royalty વધે ગરીબ ના ઘરમાં જાઓ તો સુસ્વાગતમ હશે મધ્યમવર્ગીય ના ઘરમાં welcome હશે અને શ્રીમંત ના ઘર માં "કુતરા થી સાવધાન" જિંદગી ice - cream  જેવી છે "test " કરી તો પણ ઓગળી જશે અને "west "કરી તો પણ ઓગળી જશે