મને એ મળ્યા વિના
એ ખળખળાટ હંસે ત્યારે ધબકારા વધે છે,
એ કશું બોલે તો પ્રાણ ગુનગુણે છે.
કોણ જાણે મને કેમ આવું થાય છે,
જીવ એના માં ગૂંથાય છે અને એના જ ભાસ થાય છે.
મળે છે મને એ મળ્યા વિના,
કેટલી આપણી લાગે છે ક્યારે જોયા વિના.
એ આવી કે એ તેવી એ જોઈએ એવી,
એ સાચી કે કોઈ કવિ કલ્પના.
એની આવવા ની એ આહટ,
અને એને જોવે માટે થતી વેદના.
નામ એનું ક્યાં ક્યાં કોરાવું ,
નામ હું એનું ક્યાં ક્યાં લઇ જાઉં.
એ બાજુ માંથી જતા,
શ્વાશ દ્રુજાય છે.
એ મળે છે મને મળ્યા વિના ,
કેટલી આપણી લાગે છે ક્યારે જોયા વિના.
Comments
Post a Comment